Home » અલ-મુન્તઝર માહે શાબાન » ૧૪૦૮

મહદી ઇસ્લામી રિવાયતોની રોશનીમાં

Print Friendly

* ગત વરસના નિસ્ફે શાબાનના ખાસ અંકમાં કુરઆને કરીમની અમૂક આયતો ઇમામે ઝમાના (અ.સ.) ની બાબતમાં આપ હઝરાતની ખિદમતમાં રજુ કરી ચુક્યા છીએ. આ વરસે ઇચ્છીયે છીએ કે આં હઝરત અજ્જલલ્લાહુ તઆલા ફરજહુ શરીફ સંબંધી ચર્ચાની ઇસ્લામી રિવાયતોના પ્રકાશમાં નિહાળીએ જેથી મિલ્લતે – ઇસ્લામીઅહ એમ ન માની બેસે કે ઇમામે – ઝમાના (અ.સ.) નો સંબંધ ફક્ત શીયાઓની સાથે જ છે. સૌથી પહેલા અમે બિરદરાને – અહલે – સુન્નત ની મુઅતબર કિતાબો તરફ નજર કરીને ઇમામે – ઝમાના (અ.સ.) બાબત એમના દ્રષ્ટિકોણોને જાણી લઇએ.
સુન્નીભાઇઓમાં ઇમામે ઝમાના (અ.સ.) નું વર્ણન :-
આ બાબતમાં સુન્ની આલિમોએ એવી ઘણી બધી રિવાયતો એવા રાવીઓથી નકલ કરી છે કે જેમના પર તેઓ પોતે પણ ઇમાન અને યકીન રાખતા હતા અને જેમને તેમણે સરકારે દોઆલમ હઝરત રસૂલે – અકરમ (સ.અ.વ.) થી નકલ કરી છે તમા રિવાયતોના અભ્યાસથી એ નતીજો નીકળે છે કે રસૂલે – ખુદા (સ.અ.વ.) પછી અમના જાનશીન અને ઇમામો બાર હશે અને તે બધે – બધા કુરેશમાંથી જ હશે. મહદીએ – મવઉદ આં હઝરત (સ.અ.વ.) ના ખાનદાન. અલી (અ.સ.) અને ફાતિમા (અ.સ.) ની અવલાદમાંથી હશે. ઘણી રિવાયતોમાં એ વાતનો ખુલાસો પણ કરવામાં આવ્યો છે કે તે ઇમામ હુસૈન (અ.સ.) નસલમાંથી હશે. સુન્ની રાવીઓએ મહદી (અ.સ.) ની બારામાં પોતાની સિત્તેરથી એ વધુ કીમતી તથા વિશ્ર્વાસપાત્ર કિતાબોમાં સેંકડો હદીસો ટાંકી છે. નમૂના રૂપે અમૂક કિતાબો તરફ અમે નીચે અંગુલી નિર્દેશ કરીએ છીએ. :-
1. મુસ્નદ સંપાદક અહદમ
ઇબ્ને હમ્બલ વફાત – 241 હીજરી
2. સહીહ સંપાદક ઇમામ
બુખારી વફાત – 256 હીજરી
3. સહીહ સંપાદક મુસ્લિમ
બિન હજ્જાજ
નીશાપુરી વફાત – 261 હીજરી
4. સુનને અબે દાઉદ સંપાદક સુલેમાન
બિન અશઅસ
સજિસ્તાની વફાત – 275 હીજરી
5. સહીહ સંપાદક મુહંમદ
બિન ઇસા
તિરમિજી વફાત – 279 હીજરી
6. મસાબીહસસુન્નહ સંપાદક બગવી વફાત – 516 હીજરી
7. જામિઉલ ઉસુલ સંપાદક ઇબ્ને
અસીર વફાત – 606 હીજરી
8. તઝકિરતુલ સંપાદક સિબ્ત
ખ્વાસ હસન જવઝી વફાત 654 હિજરી
9. ફરાઇદ સંપાદક હમવી વફાત 716 હિજરી
10. સવાઇકે સંપાદક ઇબ્ને
મોહરિકહ હજર હથીમી વફાત 973 હિજરી
11. યાનાબીઉલ સંપાદક શેખ
મવદદહ સુલેમાન કન્દુઝી વફાત1293 હિજરી
સહેજ તસ્દી લઇને ઉપરોક્ત મુહદદિયો અને મુવલ્લિફોની વફાતની તારીખો પર એક ઉડતી નજર નાખી લો આપ મુલાહિજા ફરમાવી શકો છો તેમ આ મુહદદિયોમાંના એક મુહદદિય તો ઇમામે ઝમાના (અ.સ.) ના મુબારક જન્મથી પહેલાં જ વફાત પામી ગયા હતા. અલબત્ત એમના પછીના મુહદદિયો તો ઇમામ (અ.સ.) ની વિલાદતની પછીથી સો વરસ પહેલા સુધી લગભગ એમો સિલસિલો જારી રહ્યો.
અલબત્ત આ મુકામ પર મહત્વનો નુકતો એ છે કે સુન્ની આલિમોમાંથી અમૂકે તો વળી ઇમામે ઝમાના (અ.સ.) ની બાબતમાં આખે આખી કિતાબો તાલીફ કરી છે. એમાંથી અમૂકનુૅ વર્ણન કરવાનો અમે અત્રે પુરતું માનીએ છીએ. :-
1. અલબયાન ફી અખ્બારે તાલીફ : અલ્લામહ ગંજી
સાહેબુઝ ઝમાન શાફેઇ
2. ઉકદુદ દરર ફી અખ્બારિલ તાલીફ : શેખ જમાલુદ્દીન
ઇમામિલ મુન્તઝર યુસુફ દમિશ્કી
3. મહદીએ આલે રસુલ તાલીફ : અલી બિન સુલ્તાન
મુહંમદ હનફી
4. કિતાબુલ મહદી તાલીફ : અબૂદાઉદ
(સાહેબે – સુનન)
5. અલામાતુલ મહદી તાલીફ : જલાલુદ્દીન સુયુતી
6. મનાકિબુલ મહદી તાલીફ : હાફિઝ અબુનઇકમ
ઇસ્ફહાની
7. અલકવ્લુલ મુખ્તસર ફી તાલીફ : ઇબ્ને હજર
અલામાતિલ મહદી મુન્તઝર
8. અલબુરહાન ફી અલામાતે તાલીફ : મુલ્લા અલી મુત્તકી
મહદી આખેરૂઝઝમાન
સંજ્ઞ વાંચકો હવે આપે યકીન ફરમાવી લીધું હશે કે ઇમામે – ઝમાં પર અકીદો માત્ર શીયાઓ સાથે જ રિઝર્વ નથી બલ્કે એનો સંબંધ તમામ મુસલમાનોની સાથે છે. એ ઉમ્મીદ સહિત કે આપણે પોતાની આંખો થોડી ઘણી ઉઘાડીએ અને સચ્ચાઇઓને નિહાળીનફે અને હકીકી રસ્તો પામી લઇએ.
મહદી (અ.સ.) – શીયા મનાબિસ અને મઆખઝમાં
પયગમ્બરે – ઈસ્લામ (સ.અ.વ.) અને અઇમ્મએ મઅસુમીન (અ.સ.) થી ઇમામે ઝમાના (અ.સ.) ની બાબતમાં નકલ થએલ રિવાયતો ત્રણ હજારથી વધુ છે. એમના અભ્યાસથી માલમ પડે છે કે ઇમામે ઝમાના (અ.સ.) ઇમામે હુસૈન (અ.સ.) ના નવમા ફરઝંદ હશે. એમના બુર્ઝુગ વાલિદનું મુબારક નામ હસન (અ.સ.) અને મુહતરમ વાલિદહનું નામ ઇસ્મે – મુબારક નરજીસ ખાતુન હતું. અને એ કે એમનું નામ પયગમ્બરે – અકરમ (સ.અ.વ.) ના નામે નામી પર હશે. અને લકબ મહદી વિગેરે વિગેરે……. હશે. વાલિદ બુર્ઝુગવારની હયાતીમાં સામરા શહેરમાં પેદા થયા વઅને બાળપણમાં જ પિતાની છત્ર – છાયાથી મેહરૂમ થઇ ગયા અને ખુદાની મરજીથી આજ લગી ઝિન્દહ અને કાયમ છે અને ખુદા ચાહશે ત્યાં લગી ઝીન્દગીની નેઅમતથી બહરાવર થતા રહેશે એક દિવસ ચેહરએ – મુનવ્વર જાહેર થશે. અને દુનિયાને અદલઇન્સાફથી એ રીતે ભરી દેશે જે રીતે કે આ દુનિયા ઝુલ્મો – ઝોર અને સિતમ તથા ઇસ્તબદાદથી છલકાતી હશે. ખુદાનલી મસ્લેહતને કારણે આજે લોકોની નિગોહોથી ઓઝલ છે. અને જ્યારે જાહેર થશે તો ખાનએ કાબાની દિવાલને પીઠ અઢેલીને પોતાના મઝલુમ દાદા ઇમામ હુસૈન (અ.સ.) ની જેમ ‘હલ મિન નાસિરિન યનસુરૂની’ ની પોકાર કરશે અને પોતાના સાથીઓને તલબ કરશે જેમની તાદાદ 313 હશે. એ લોકો આપને પોતાના હલ્કામાં લઇ લેશે. જનાબે – ઇસા (અ.સ.) આસમાનથી જમીન પર તશરીફ લાવશે અને મહદી (અ.સ.) ની ઇમામતમાં નમાઝે બાજમાઅત અદા ફરમાવશે. આપ (અ.સ.) ઇસ્લામી અહેકામને દુનિયાના ખૂણેખૂણામાં નાફિઝ ફરમાવશે અને આજ દુનિયા જન્નતનો એક નમૂનો બની જશે.
જે હદીસો શીયા અને સુન્ની આલિમોએ ઇમામ મહદી (અ.સ.) બાબત વિવિધ વિષયોમાં નકલ કરી છે. તેમની સંખ્યા ઘણી મોટી છે. જેમનું વર્ણન ‘બેહારૂલ અનવાર’ અને ‘મુન્તખબુલ અસર’ જેવી કિતાબોમાં કરવામાં આવ્યું છે.
અહિયાં ‘મુન્તખબુલ અસર’ના કર્તા આકાએ લુત્ફલ્લાહ સાફીએ જે કિતાબોનો હવાલો આપ્યો છે તેમાંની અમૂક કિતાબોમાં ઉલ્લેખાએલ હદીસોની વિષયવાર સંખ્યા રજુ કરીએ છીએ. :-
વિષય હદીસોની સંખ્યા
1. એવી હદીસો જેમાં જણાવાયું છે કે ઇમામોની સંખ્યા બાર છે. એમાંના પહેલા ઇમામ હઝરત અલી (અ.સ.) અને આખરી મહદી (અ.સ.) છે. 58
2. એવી હદીસો જેમાં એ હઝરત (અ.સ.) ના ઝહુરની બશારત આપવામાં આવી છે. 657
3. એવી રિવાયતો જે મહદી (અ.સ.)ને પયગમ્બરે અકરમ (સ.)ખાનદાનના નૂરચશ્મ બતાવે છે 389
4. એવી રિવાયતો જ એ બતાવે છે કે મહદી અ.સ.ની કુન્નીયત તથા નામ નબીએ-અકરમના હમનામ છે. 48
પ. એવી રિવાયતો જે એ બતાવે છે કે હઝરત (અ.સ.) અલી (અ.સ.) ની અવલાદમાં છે. 214
6. એવી રિવાયતો જે એમને (અ.સ.) ફાતિમા (સ.) ની અવલાદમાં બતાવે છે. 192
7. એવી રિવાયતો જે એ હઝરત (અ.સ.) ને ઇમામ હુસૈન (અ.સ.) ની અવલાદ બતાવે છે. 185
8. એવી રિવાયતો જે એ હઝરત (અ.સ.) ને ઇમામ હુસૈન (અ.સ.) ના નવમા ફરઝંદ બતાવે છે. 148
9. એવી રિવાયતો જે એ બુઝુર્ગવારને ઇમામ ઝયનુલ આબેદીન (અ.સ.) ની અવલાદમાંથી કહે છે. 185
10. એવી જે એ હઝરત (અ.સ.) ને ઇમામ બાકર (અ.સ.)ની અવલાદમાંથી બતાવે છે. 103
11. એવી રિવાયતો જે એ બુઝુર્ગવાર અ.સ.ને ઇમામ સાદિક (અ.સ.)ની અવલાદમાંથી બતાવે છે. 103
12. એવી રિવાયતો જે એ કહે છે કે આપ ઇમામ મુસા કાઝિમ (અ.સ.)ની અવલાદમાંથી છે. 101
13. એવી રિવાયતો જે એમ કહે છે કે એ ઇમામ રઝા (અ.સ.) ના ચોથા ફરઝંદ છે. 90
14. એવી રિવાયતો જે એમ કહે છે કે તે ઇમામ મુહંમદ તકી (અ.સ.) ની ત્રીજી પેઢીમાં છે. 90
15. એવી રિવાયતો જે એ કહે છે કે તે ઇમામ અલી નકી (અ.સ.) ની અવલાદમાંથી હશે. 90
16. એવી રિવાયતો જે કહે છે કે તે ઇમામ હસન અસ્કરી (અ.સ.) ના નૂર – નઝર છે. 149
17. એવી રિવાયતો જે એ બતાવે છે કે એ દુનિયાને અદલ – ઇન્સાફથી છલકાવી દેશે. 123
18. એવી રિવાયતો જેમનાથી જણાય છે કે એમન એમની ગયબત લાંબી છે. 91
19. એવી રિવાયતો જે એ હઝરત (અ.સ.)ની લાંબી ઉમરનું વર્ણન કરે છે. 318
20. એવી રિવાયતો જે બતાવે છે કે એ હઝરતની મારફતે ઇસ્લામ એક વિશ્વવ્યાપી મઝહબ બની જશે. 47
21. એવી રિવાયતો જે બતાવે છે કે તે બારામાં અને આખરી ઇમામ છે. 136
ઉપરની રિવાયતો અને તમામ હદીસોથી એ વાત જાહેર થાય છે. કે જે રિવાયતો અને હદીસો એ હઝરત (અ.સ.) ની બાબતમાં વારિદ થઇ છે. તે તવાતુરની (સિલસિલાની) હદથી પણ આગળ વધી ગએલ છે અને દીની વિષયોમાં બહુ ઓછા એવા વિષયો છે જેમના બારામાં આટલી મોટી સંખ્યામાં રિવાયતો વારિદ થઇ છે. આ લિહાઝથી જે શખ્સ પણ ઇસ્લામ અને પયગમ્બર પર ઇમાન લાવ્યો છે તેને માટે લાઝિમ છે કે મહદીએ – મવઉદ (અ.સ.) ના ગિરામી મરતબત વજુદ પર જે ગયબતના પડદામાં જીંદગી ગુજારી રહ્યા છે પાકુ ઇમાન રાખે.

Have your say!

Add your comment below, or trackback from your own site. You can also subscribe to these comments via RSS.

Be nice. Keep it clean. Stay on topic. No spam.